Press "Enter" to skip to content

મુંબઈના નવા ૧ લાખની ક્ષમતાના સ્ટેડિયમ માટે વડોદરાનું કોટંબી સ્ટેડિયમ બન્યું ‘રોલ મોડલ’

મુંબઈના નવા ૧ લાખની ક્ષમતાના સ્ટેડિયમ માટે વડોદરાનું કોટંબી સ્ટેડિયમ બન્યું ‘રોલ મોડલ’

વડોદરાનું નામ અત્યાર સુધી ક્રિકેટ જગતમાં માત્ર મહાન ખેલાડીઓ આપવા માટે જાણીતું હતું, પરંતુ હવે વડોદરા સ્ટેડિયમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે પણ દેશ અને દુનિયા માટે એક નવો બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરી રહ્યું છે. કારણ કે મુંબઈમાં બની રહેલા વિશાળ સ્ટેડિયમ માટે MCA દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ૪ નિષ્ણાત આર્કિટેક્ટ્સની ટીમે વડોદરાની મુલાકાત લીધી હતી. આ ટીમે કોટંબી સ્ટેડિયમની આંતરરાષ્ટ્રીય કક્ષાની ડિઝાઈન, આર્કિટેક્ચરલ પ્લાનિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઊંડો અભ્યાસ કર્યો હતો.

BCA સ્ટેડિયમની કઈ બાબતોએ ખેંચ્યું ધ્યાન?

MCA ની ટીમ BCA સ્ટેડિયમની ઓપરેશનલ વ્યૂહરચનાથી અત્યંત પ્રભાવિત થઇ હતી. ખાસ કરીને :
• ૩૬૦ ડિગ્રી વ્યુઈંગ એક્સપિરિયન્સ: પ્રેક્ષકો માટે સ્ટેડિયમના દરેક ખૂણેથી મેદાનનો અદભૂત નજારો.
• એક્સપોઝ્ડ કોંક્રિટ અને નેચરલ વેન્ટિલેશન: સ્ટેડિયમની ડિઝાઈન પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવી છે.
• અદ્યતન સુવિધાઓ: પિચ મેન્ટેનન્સ ટેકનિક, પ્રેસિડેન્શિયલ અને કોર્પોરેટ બોક્સ તેમજ મીડિયા ફેસિલિટીનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
• સેફ્ટી અને પાવર: ઈમરજન્સી એક્ઝિટનું આયોજન, લાઈટિંગ અને પાવર બેકઅપ સિસ્ટમ ભવિષ્યના મોટા પ્રોજેક્ટ્સ માટે સીધી જ અપનાવી શકાય તેવી છે.

BCA ના પ્રમુખ પ્રણવ અમીને આ પ્રસંગે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ગયા મહિને કોમનવેલ્થ ગેમ્સના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી અને હવે MCA જેવું મોટું બોર્ડ આપણા સ્ટેડિયમની ડિઝાઈન જોવા આવ્યું છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમારા વિઝન અને મહેનતની સફળતા દર્શાવે છે.

આ મુલાકાત દરમિયાન SSA ટીમના બિજલ પરીખ, BCA CEO સ્નેહલ પરીખ અને પૂર્વ ક્રિકેટર અતુલ બેદાડે સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને મુંબઈની ટીમને સ્ટેડિયમની તકનીકી વિગતોથી માહિતગાર કર્યા હતા.

 

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!