Press "Enter" to skip to content

ડિજિટલ પેમેન્ટ સેફ્ટી વધારવા સરકારનો મોટો નિર્ણય, AIથી થશે ફ્રોડ કંટ્રોલ

સાયબર ઠગોની ખેર નથ! હવે ડિજિટલ પેમેન્ટ બનશે લોખંડી!

I4C અને RBIH વચ્ચે થઈ ઐતિહાસિક ભાગીદારી ‘સાઇબર દોસ્ત’

ભારતમાં અત્યારે ચાની ટપરીથી લઈને મોટા મોલ સુધી બધે જ યુપીઆઈ (UPI) અને ડિજિટલ પેમેન્ટનો દબદબો છે પરંતુ જેમ જેમ આપણા વ્યવહારો ડિજિટલ થયા છે તેમ તેમ સાયબર ગુનેગારો અને સ્કેમર્સની નજર પણ આપણા બેંક ખાતા પર મંડાયેલી છે.આ ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ પર કાયમી લગામ લગાવવા માટે હવે કેન્દ્ર સરકારે એક મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે! ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર અને રિઝર્વ બેંક ઇનોવેશન હબ વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી કરાર થયા છે આ ‘સાઇબર દોસ્ત’ દ્વારા જાહેર કરાયેલો આ નિર્ણય આગામી દિવસોમાં તમારા ઓનલાઈન પૈસાને સુપર-સેફ બનાવશે.

— શું છે આ આખી યોજના અને સામાન્ય જનતાને શું ફાયદો થશે?

જ્યારે પણ કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને છે ત્યારે સૌથી મોટી સમસ્યા એ હોય છે કે પોલીસ એક્શન લે ત્યાં સુધીમાં ઠગ લોકો પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર કરીને ઉપાડી લે છે. આ નવી ભાગીદારી આ જ ‘ટાઈમ ગેપ’ ને ખતમ કરશે.હવે બેંકિંગ પ્લેટફોર્મ, ફિનટેક કંપનીઓ અને પોલીસ કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે એક સીધું અને મજબૂત નેટવર્ક રીઅલ-ટાઇમ નેટવર્કથી સંકલનને વધુ મજબૂત કરવામાં આવશે.જો કોઈ એક જગ્યાએ છેતરપિંડી થશે, તો તેની માહિતી તરત જ આખી ડેટા શેરિંગ સિસ્ટમમાં શેર થઈ જશે, જેથી ગુનેગાર આગળ કોઈ નવું ખાતું સાફ ન કરી શકે.

— ટાર્ગેટ પર રહેશે ‘મ્યુલ એકાઉન્ટ્સ’

સાયબર ગુનેગારો ખૂબ ચાલાક હોય છે તેઓ ક્યારેય છેતરપિંડીના પૈસા પોતાના અસલી ખાતામાં નથી મંગાવતા તેઓ ગરીબ, ભોળા લોકો અથવા નકલી દસ્તાવેજોના આધારે ખોલાવેલા ભાડાના ખાતાઓનો ઉપયોગ કરે છે, જેને બેંકિંગની ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ્સ’ કહેવાય છે.આ નવી સિસ્ટમ અંતર્ગત આવા શંકાસ્પદ ખાતાઓની ઓળખ પ્રારંભિક તબક્કે જ કરી લેવામાં આવશે જેને તાત્કાલિક બ્લોકિંગમાં નાખવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે.એકવાર આ ખાતું ટ્રેક થઈ ગયું એટલે તેને તરત જ તે ફ્રીઝ કરી દેવાશે, જેથી સાયબર ઠગ જનતાની મહેનતની કમાણી ઉપાડી જ ન શકે!

— આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બનશે આપણું રક્ષક

આ લડાઈ માત્ર કાગળ પર નથી, પણ અત્યાધુનિક ટેકનોલોજી સાથે લડાશે.I4C અને RBIH સાથે મળીને એક પાવરફુલ AI સિસ્ટમ વિકસાવી રહ્યા છે.આ ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ ઓનલાઈન થતા કરોડો વ્યવહારોમાંથી શંકાસ્પદ પેટર્ન અને અસામાન્ય ટ્રાન્ઝેક્શનને સેકન્ડોમાં પકડી પાડશે.દેશભરના નાણાકીય ગુનાઓ અને શંકાસ્પદ લોકોનો એક મોટો ડેટાબેઝ એટલે કે ‘I4C-MHA સસ્પેક્ટ રજિસ્ટ્રી’ તૈયાર છે.આ રજિસ્ટ્રી સાથે AI ને જોડવામાં આવશે, જેનાથી ગુનાની કડીઓ મેળવવી સરળ બનશે.

— ધ્યાનમાં રાખવા જીએવી ખાસ બાબતો..

સરકાર અને બેંકો ભલે ગમે તેટલી ટેકનોલોજી લાવે પરંતુ સાયબર સુરક્ષાની પહેલી ચાવી તમારા પોતાના હાથમાં છે.

ક્યારેય ભૂલશો નહીં: કોઈપણ અજાણી વ્યક્તિ સાથે તમારો બેંક ઓટીપી (OTP), પાસવર્ડ કે પિન શેર ન કરો.

સાવચેતી જ બચાવ: નકલી લોન એપ્સ, લોટરીની લિંક્સ કે ‘લાઈટ બિલ બાકી છે’ તેવા નકલી મેસેજથી દૂર રહો. જો છેતરપિંડી થાય, તો તરત જ 1930 નંબર પર કોલ કરીને સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.

 

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!