Press "Enter" to skip to content

શું દવાની ગોળી અડધી કરીને લેવી સુરક્ષિત છે? જાણો સાચી રીત અને જોખમો

શું દવાની ગોળી અડધી કરીને લેવી સુરક્ષિત છે? જાણો સાચી રીત અને જોખમો

દવાની ગોળીને અધવચ્ચેથી તોડવી એ બહુ સામાન્ય છે. એક રિસર્ચ અનુસાર, દુનિયામાં લગભગ 25% લોકો આર્થિક બચત માટે અથવા આખી ગોળી ગળવામાં તકલીફ થતી હોવાથી તેને તોડીને લે છે. પરંતુ શું આવું કરવું સેફ છે? ફાર્માસિસ્ટ ના જણાવ્યા મુજબ, ગોળીઓ તોડવી જોખમી સાબિત થઈ શકે છે.

૧. કઈ ગોળીઓ અડધી કરી શકાય?
• સ્કોર લાઇન (Score Line): જે ગોળીઓની બરાબર વચ્ચે એક કાપો અથવા લાઇન દોરેલી હોય, તેને અડધી કરવા માટે જ ડિઝાઇન કરાઈ હોય છે.
• દવાનું લેબલ: દવાના પેકેટ પર ‘How Supplied’ સેક્શનમાં આ દવા તોડવા માટે FDA માન્ય છે કે નહીં તેની માહિતી હોય છે.

૨. આ ગોળીઓને ક્યારેય ન તોડવી (Strict No!)
• એક્સટેન્ડેડ-રિલીઝ : આ દવાઓ શરીરમાં ધીમે-ધીમે ઓગળે છે. તેને તોડવાથી આખો ડોઝ એકસાથે શરીરમાં ભળી જાય છે, જે અત્યંત જોખમી છે.
• કેપ્સ્યુલ્સ : અંદર પ્રવાહી કે દાણા હોવાથી તેને કાપવાથી ડોઝ સરખો મળતો નથી.
• અનિયમિત અને નાની ગોળીઓ: અસમપ્રમાણ કે અતિશય નાની ગોળીઓને સરખા ભાગે કાપવી અશક્ય છે.

૩. ગોળી કાપવાની સાચી રીત
• પિલ કટર વાપરો: રસોડાની છરી કે દાંતથી ગોળી ક્યારેય ન તોડો, તેનાથી ભૂકો થઈ જાય છે. ફાર્મસીમાં મળતા ‘V’ આકારના પિલ કટરનો ઉપયોગ કરો.
• એક સમયે એક જ ગોળી કાપો: બધી ગોળીઓ એકસાથે કાપીને ન રાખો, ભેજ અને ગરમીના કારણે તેની અસર ઓછી થઈ જાય છે.
• સ્વચ્છતા: ગોળી કાપતા પહેલા હાથ અને પિલ કટર બરાબર સાફ કરો.

૪. જોખમો
રિસર્ચ મુજબ, 8 માંથી 1 વ્યક્તિ ગોળી કાપવામાં ભૂલ કરે છે, જેથી ડોઝ 20% સુધી બદલાઈ જાય છે. મોટો ટુકડો પેટમાં જવાથી ઓવરડોઝ અને નાનો ટુકડો જવાથી અંડરડોઝનું જોખમ રહે છે, જેનાથી બીમારી મટતી નથી.
ગોળી તોડવી એ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. કોઈ પણ દવા કાપતા પહેલા હંમેશા ડૉક્ટર કે ફાર્માસિસ્ટની સલાહ જરૂર લો.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!