Press "Enter" to skip to content

વિશ્વ વિરાસત દિવસ ૨૦૨૬: ઇતિહાસના પાનાઓ પર ગૌરવશાળી સફર અને તેનું જતન

વિશ્વ વિરાસત દિવસ ૨૦૨૬: ઇતિહાસના પાનાઓ પર ગૌરવશાળી સફર અને તેનું જતન

આજે ૧૮ એપ્રિલ એટલે ‘વિશ્વ વિરાસત દિવસ’. આ દિવસ માત્ર પથ્થરો કે ઈમારતોનો ઉત્સવ નથી, પરંતુ માનવ સંસ્કૃતિના ઐતિહાસિક સ્થાપત્યો અને કુદરતી સ્થળોનું સંરક્ષણ કરવા તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે ૧૮ એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

એક નજર ઈતિહાસ પર:

• સૌપ્રથમ વિચાર: ૧૯૮૨માં ‘ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ’ (ICOMOS) દ્વારા આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
• યુનેસ્કોની મહોર: ૧૯૮૩માં યુનેસ્કોની ૨૨મી જનરલ કોન્ફરન્સમાં તેને સત્તાવાર મંજૂરી મળી અને ત્યારથી દર વર્ષે ૧૮ એપ્રિલે આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિવસ ઉજવાય છે.

વર્લ્ડ હેરીટેજ ડે ૨૦૨૬ની ખાસ થીમ:

વર્ષ ૨૦૨૬ માટે યુનેસ્કો અને ICOMOS દ્વારા “Emergency Response for Living Heritage in Contexts of Conflicts and Disasters” (સંઘર્ષ અને આપત્તિઓના સંદર્ભમાં જીવંત વારસા માટે ઈમરજન્સી પ્રતિસાદ) થીમ રાખવામાં આવી છે. આ થીમનો મુખ્ય હેતુ કુદરતી આફતો કે માનવસર્જિત યુદ્ધો દરમિયાન આપણા વારસાને કેવી રીતે સુરક્ષિત રાખવો તે અંગે જાગૃતિ લાવવાનો છે.

ગુજરાત: વિશ્વ વિરાસતનું ગૌરવશાળી કેન્દ્ર

ભારત અને તેમાંય ગુજરાત વિશ્વ વિરાસતની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. ગુજરાતમાં હાલ મુખ્ય ૪ યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટ્સ છે: ૧. ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક: ૧૬મી સદીના ભવ્ય સ્થાપત્યોનું કેન્દ્ર. ૨. રાણીની વાવ (પાટણ): જળ વ્યવસ્થાપન અને અદભૂત શિલ્પકળાનું બેજોડ ઉદાહરણ. ૩. અમદાવાદ (હેરિટેજ સિટી): ભારતનું પ્રથમ શહેર જેને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો. ૪. ધોળાવીરા (કચ્છ): હડપ્પન સંસ્કૃતિનું હજારો વર્ષ જૂનું અદ્યતન નગર આયોજન.

વારસાનું જતન: આપણી નૈતિક ફરજ

• ઐતિહાસિક સ્થળોની મુલાકાત વખતે સ્વચ્છતા જાળવીશું.
• સ્મારકો પર કોઈ લખાણ લખીને કે તેને નુકસાન પહોંચાડીને તેને અશુદ્ધ નહીં કરીએ.
• સ્થાનિક કળા, પરંપરા અને વારસાને પ્રોત્સાહન આપીશું.
“વારસો એ ભૂતકાળનો અરીસો અને ભવિષ્યનો પાયો છે.” આજના આધુનિક યુગમાં ભલે આપણે પ્રગતિના પથ પર છે. પણ આપણે આપના મૂળ ને ના ભૂલવું જોઈએ અને તેનું જતન કરવું જોઈએ.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!