Press "Enter" to skip to content

પાવર બેંક વિસ્ફોટથી બચો: આ ચેતવણી ચિહ્નોને અવગણશો નહીં

પાવર બેંક વાપરતા સાવધાન! વિસ્ફોટથી બચવા માટે આ ચેતવણી ચિહ્નોને નજરઅંદાજ ન કરો

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને ગેજેટ્સના અતિશય વપરાશને કારણે પાવર બેંક આપણી અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. પહાડો હોય કે જંગલ, ગમે ત્યાં આપણે ફોન ચાર્જ કરી શકીએ છીએ, પરંતુ તાજેતરમાં વિમાનોમાં પાવર બેંક ફાટવાની ઘટનાઓએ સુરક્ષા અંગે ગંભીર ચિંતા જન્માવી છે. પાવર બેંકમાં વપરાતી લિથિયમ-આયન બેટરી જો ખરાબ થાય તો તે ગંભીર વિસ્ફોટ કરી શકે છે.

જો તમારી પાવર બેંકમાં નીચેનામાંથી કોઈ પણ ફેરફાર દેખાય, તો સાવધ થઈ જવું અને તેનો ઉપયોગ તુરંત બંધ કરી દેવો જોઈએ:

૧. વધારે પડતી ગરમી: જો પાવર બેંક ચાર્જિંગમાં ન હોય અથવા ઉપયોગમાં ન હોય છતાં પણ તે ગરમ થઈ રહી હોય, તો તે આંતરિક રાસાયણિક પ્રતિક્રિયામાં ખામી હોવાનો સંકેત છે.
૨. સોજો અથવા ફૂલી જવું: પાવર બેંકના આકારમાં ફેરફાર અથવા તેનું ફૂલવું એ અંદર જોખમી ગેસ જમા થયો હોવાનું દર્શાવે છે, જે ગમે ત્યારે ફાટી શકે છે.
૩. વિચિત્ર ગંધ: જો પ્લાસ્ટિક બળવાની અથવા કોઈ રસાયણની ગંધ આવે, તો તે આંતરિક શોર્ટ સર્કિટ અથવા લીકેજનો સંકેત છે.
૪. ભૌતિક નુકસાન: જો પાવર બેંક નીચે પડી ગઈ હોય અને તેના પર તિરાડ કે વાંક દેખાય, તો તે અંદરથી અસ્થિર થઈ શકે છે. તેને સુરક્ષિત રીતે ડિસ્પોઝ કરવી જોઈએ.

હવાઈ પ્રવાસીઓ માટે ખાસ સૂચનાઓ

એક સર્વે મુજબ 83% પ્રવાસીઓ ફોન, 60% લેપટોપ અને 44% પાવર બેંક સાથે મુસાફરી કરે છે. આ તમામમાં લિથિયમ-આયન બેટરી હોવાથી નીચેની બાબતોનું પાલન કરવું જરૂરી છે:

૧.પાવર બેંકને ક્યારેય ચેક-ઈન સામાનમાં ન મૂકતા હંમેશા હેન્ડ બેગેજમાં જ રાખો.
૨.જો ફ્લાઇટમાં પાવર બેંક ગરમ થાય અથવા ધુમાડો નીકળે, તો તરત જ કેબિન ક્રૂને જાણ કરો.
૩. મુસાફરી પહેલા એરલાઇનના બેટરી સંબંધી નિયમો જાણી લો અને છૂટી બેટરીઓને યોગ્ય રીતે પેક કરો.

ગેજેટ્સને ચાર્જ કરવા જેટલું જ જરૂરી તમારી પોતાની સુરક્ષા છે. પાવર બેંકના ઉપયોગમાં થોડીક સાવચેતી રાખવાથી મોટા જોખમને ટાળી શકાય છે.

 

More from MagazineMore posts in Magazine »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!