શું વડોદરાને ધૂળ અને સ્મોગથી મળશે મુક્તિ! VMC દ્વારા પ્રદૂષણ સામે ‘સ્મોગ ગન’નું શસ્ત્ર ઉગામાયું
વડોદરામાં શુદ્ધ હવા અને પ્રદૂષણ મુક્ત પર્યાવરણ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હવે હાઇ-ટેક બન્યું છે. પ્રદૂષણ સામે લડવા માટે વડોદરાના રસ્તાઓ પર પહેલીવાર ‘સ્મોગ ગન’ ગરજતી જોવા મળી હતી.શહેરના વાતાવરણમાં ભળતા પ્રદૂષણના ઝેરને ઓગાળવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એક્શન મોડમાં આવ્યું છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અંતર્ગત શહેરમાં પ્રથમ વખત અત્યાધુનિક ‘સ્મોગ ગન’ મશીન કાર્યરત કરવામાં આવી છે.
— શું છે આ ‘સ્મોગ ગન’ અને કેવી રીતે કરશે કામ?
સ્મોગ ગન એ એક એવું મશીન છે જે હવામાં પાણીના અતિ સૂક્ષ્મ ટીપાંનો છંટકાવ કરે છે. આ પ્રક્રિયાથી ધૂળના કણોનો સફાયો થાય છે તેમજ હવામાં ઉડતા સૂક્ષ્મ ધૂળના કણો એટલે કે ન દેખાતી ડસ્ટ પાણી સાથે ભળીને જમીન પર બેસી જાય છે.સ્મૉગગનને કારણે AQI માં પણ સુધારો આવી શકે છે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં નોંધપાત્ર સુધારો થાય જેથી શ્વાસ લેવામાં તાજગી અનુભવાય છે.શિયાળા કે ગરમીમાં જામતા ધુમ્મસ અને પ્રદૂષણના મિશ્રણ એટલે કે ‘સ્મોગ’ને આ મશીન તોડી પાડે છે.
— ક્યાં શરૂ થઈ કાર્યવાહી?
VMC દ્વારા આ પ્રોજેક્ટનું પરીક્ષણ અને અમલીકરણ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે હરણી વિસ્તારમાં સ્મોગ ગનનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો હવે બીજા તબક્કામાં કમાટીબાગ જેલ રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં આ મશીન દ્વારા પાણીનો છંટકાવ કરી પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો હાથ ધરાશે.
— જન આરોગ્ય માટે મહત્વનું પગલું
વધતા જતા વાહનવ્યવહાર અને કન્સ્ટ્રક્શન સાઇટ્સને કારણે વડોદરામાં ધૂળનું પ્રમાણ વધી રહ્યું હતું. VMC ના આ પ્રયાસથી ફેફસાં અને શ્વાસ સંબંધિત બીમારીઓમાં ઘટાડો થશે.શહેરના રસ્તાઓ વધુ સાફ અને હવા વધુ શુદ્ધ બનશે.પર્યાવરણની જાળવણીમાં વડોદરા એક ડગલું આગળ વધશે.તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે પણ નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે!
શું તમે તમારા વિસ્તારમાં આ ‘સ્મોગ ગન’ મશીન કાર્યરત થતું જોવા માંગો છો? વડોદરાને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે તમારા સૂચનો કોમેન્ટમાં જણાવો!







Be First to Comment