Press "Enter" to skip to content

યુવતી પર હુમલાની કહાનીમાં ફિલ્મી ટીવીસ્ટ!

પ્રેમ પ્રકરણ છુપાવવા વિદ્યાર્થિનીએ રચ્યું હતું તરકટ

વડોદરામાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી લાગે છે પરંતુ સત્ય કંઈક અલગ જ નીકળ્યું છે પ્રેમ પ્રકરણ છુપાવવા માટે એક વિદ્યાર્થિનીએ આખું શહેર અને પોલીસ તંત્ર દોડતું કરી દીધું હતું આ ચોંકવનારી ઘટનામાં હકીકત એવી છે કે,વડોદરાના વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે બુધવારે બપોરે યુવતી પર પ્રવહી પીવડાવી અને ચાકુના મારવાના બનેલી જે ઘટનાએ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી હતી તેનું સત્ય જાણીને તમે પણ ચોંકી જશો. જે હુમલાને લોકો ગંભીર ગુનો માનતા હતા તે વાસ્તવમાં ૪ વર્ષના પ્રેમ સંબંધને છુપાવવા માટે રચાયેલું એક મોટું નાટક હતું!

— કેવી રીતે ફૂટ્યો ભાંડો?

૧૯ વર્ષીય વિદ્યાર્થિનીએ દાવો કર્યો હતો કે બે અજાણ્યા બાઈક સવારોએ તેને ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુ માર્યું છે.જોકે CCTV ફૂટેજે યુવતીના નાટકની સ્ક્રિપ્ટની પોળ ખોલી નાખી હતી.પાણીગેટ પોલીસના PI એ.બી. પટેલ અને તેમની ટીમે જ્યારે ઘટનાસ્થળના ફૂટેજ તપાસ્યા ત્યારે યુવતીએ કહેલા શંકાસ્પદ યુવકો કે એવી કોઈ જ હિલચાલ જોવા મળી નહોતી.યુવતીના નિવેદનો અને સ્થળની પરિસ્થિતિમાં મેળ ખાતો નહોતો જેનાથી પોલીસની શંકા દ્રઢ બની હતી.

— ષડયંત્રની આખી સ્ક્રિપ્ટ! યુવતીએ ઘરેથી ફિનાઈલ અને બજારમાંથી ચપ્પુ લીધું!

પોલીસની સઘન પૂછપરછમાં વિદ્યાર્થિની પડી ભાંગી અને સત્ય સ્વીકાર્યું. આખું નાટક આ રીતે ભજવાયું હતું વિદ્યાર્થિનીને ધોરણ ૧૦ ના મિત્ર સાથે ૪ વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરિવારને આ વાતની ખબર પડી જશે તેવા ડરથી તેણે આ રસ્તો અપનાવ્યો હોવાનું કબુલ્યું હતું તે ટ્યુશન જવાના બહાને ઘરેથી નીકળી, સાથે એક ડબ્બીમાં ફિનાઈલ લઈને ગઈ હતી એ પછી તેણે પાણીગેટ વિસ્તારની એક દુકાનમાંથી પોતે જ ચપ્પુ ખરીદ્યું હતું.યુવતીએ કમ્પ્યુટર ક્લાસ પછી તેણે પોતે જ ફિનાઈલ પીધું અને ચપ્પાથી ઈજા પહોંચાડી કાકાને ફોન કર્યો કે ‘મારા પર હુમલો થયો છે’!

— પોલીસ અને પરિવારને કરી દીધા ગુમરાહ

હોસ્પિટલમાં પણ વિદ્યાર્થિનીએ એવું નાટક કર્યું કે જાણે તે કોઈ અજાણ્યા શખ્સની પીડિત હોય. તેણે પોલીસને ગોળ-ગોળ ફેરવ્યા, પણ વડોદરા પોલીસની તપાસ સામે પ્રેમનો ભાંડો ફૂટી જ ગયો. આ ઘટનાએ સાબિત કર્યું કે ખોટું ગમે તેટલું ચતુરાઈથી બોલાય પણ કાયદાના હાથ લાંબા હોય છે. આ ઘટના માત્ર એક સમાચાર નથી પણ યુવા પેઢી અને વાલીઓ માટે એક પાઠ છે બાળકો અને વાલીઓ વચ્ચે એટલો વિશ્વાસ હોવો જોઈએ કે ડરના કારણે આવા જીવલેણ પગલાં ન ભરવા પડે.ખોટી ફરિયાદોથી પોલીસનો કિંમતી સમય બગડે છે અને સાચા ગુનાઓની તપાસમાં અવરોધ આવે છે.

શું તમે માનો છો કે સોશિયલ મીડિયાના જમાનામાં બાળકો અને વાલીઓ વચ્ચેનું અંતર વધી રહ્યું છે? કોમેન્ટમાં જણાવો!

More from MagazineMore posts in Magazine »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!