જ્યારે સૂર્ય આકરો બને ત્યારે પ્રાણીઓ પક્ષીઓના રક્ષણ માટે સંવેદનશીલ પ્રયાસ
વડોદરાની શાન ગણાતા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં મૂંગા જીવોની ગરમીથી સુરક્ષા માટે સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવ્યો છે,વડોદરામાં અત્યારે પારો 43-44 ડિગ્રીને પાર કરી રહ્યો છે. આ ભીષણ ગરમીમાં માત્ર માણસો જ નહીં પણ પાંજરામાં રહેલા વન્યજીવો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના મેનેજમેન્ટે આ મૂંગા જીવોને ગરમીની લપેટમાંથી બચાવવા માટે જાણે ‘લક્ઝરી કુલિંગ’ ની વ્યવસ્થા કરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
— પ્રાણીઓ માટે ‘એસી’ જેવી ઠંડકનો અનુભવ!
પ્રાણીઓને ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે ક્યુરેટર ડૉ. પ્રત્યુષ પાટણકર અને તેમની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવ્યા છે.રીંછ અને વાઘ જેવા પ્રાણીઓના પાંજરામાં મોટા બરફના બ્લોક્સ મૂકવામાં આવ્યા છે,જેના પર બેસીને કે તેની આસપાસ રહીને તેઓ ઠંડક મેળવી રહ્યા છે જયારે ફોગર્સ અને વોટર સ્પ્રિંકલર્સથી પક્ષીઘરોમાં સતત ઝીણો પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી પક્ષીઓને કુદરતી વરસાદ જેવી ઠંડકનો અહેસાસ થાય.દરેક એન્ક્લોઝરમાં નેટ અને કુદરતી પાનનો ઉપયોગ કરીને કૃત્રિમ છાંયડો ઉભો કરી પ્રાણી અને પક્ષીઓના વિસ્તારને છાંયડાવાળા વિસ્તારો બનાવવામાં આવ્યા છે.
— સ્પેશિયલ ‘સમર ડાયેટ’
માત્ર બહારની ઠંડક જ નહીં, પ્રાણીઓને અંદરથી પણ ફિટ રાખવા માટે તેમના આહારમાં મોટો ફેરફાર કરાયો છે,પ્રાણીઓ અને કેટલાક પાસખીઓને
ઉનાળાની સિઝનને લઇ ખાસ રસાધાર ફળો ભોજનમાં વાપવામાં આવી રહ્યા છે જેમાં તરબૂચ, ટેટી અને કાકડી જેવા પાણીથી ભરપૂર ફળો અને શાકભાજી પીરસવામાં આવી રહ્યા છે સાથે જ પાણીમાં ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન્સ અને જરૂરી મિનરલ્સ ભેળવવામાં આવે છે જેથી તેમનું એનર્જી લેવલ જળવાઈ રહે તો પાંજરાની અંદરના પૂલને નિયમિત સાફ કરીને તાજું અને ઠંડુ પાણી ભરવામાં આવે છે જેથી પ્રાણીઓને રાહત રહે!
— ૨૪ કલાક નિરીક્ષણ
પશુચિકિત્સકોની વિશેષ ટીમ ચોવીસ કલાક દરેક પ્રાણીના વર્તન અને સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. જો કોઈ પ્રાણી સુસ્ત જણાય તો તેની તાત્કાલિક સારવાર કરવામાં આવે છે. વડોદરાનું સયાજીબાગ માત્ર પ્રવાસન સ્થળ નથી, પણ અહીંના વન્યજીવો પ્રત્યેની આ સંવેદનશીલતા તેને ‘જીવંત’ બનાવે છે. મેનેજમેન્ટનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે!







Be First to Comment