Press "Enter" to skip to content

ગુજરાતમાંથી રાજ્યસભામાં કોણ જશે?

 

દિલ્હી દરબારમાં ૫૦ નામોની યાદી પહોંચી!

ગુજરાતનું રાજકારણ હંમેશા દેશના રાજકારણની દિશા નક્કી કરતું આવ્યું છે.વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ બાદ હવે ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડનારી બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.ધારાસભ્યોના સંખ્યાબળ મુજબ ગુજરાતમાંથી રાજ્યસભાની બેઠકો પર સત્તાધારી પક્ષનો વિજય નિશ્ચિત મનાય છે પરંતુ ખરી રમત એ છે કે ‘ટિકિટ કોને મળશે?’

ગાંધીનગરના પાવર કોરિડોરથી લઈને દિલ્હીના હાઈકમાન્ડ સુધી હાલ એક જ ચર્ચા છે કે આગામી રાજ્યસભાના સાંસદ તરીકે ગુજરાતમાંથી કયા નેતાઓ સંસદના ઉપલા ગૃહમાં જશે.પ્રાપ્ત અહેવાલો અને સૂત્રો અનુસાર ગુજરાત પ્રદેશ નેતૃત્વ દ્વારા ૫૦ થી વધુ સંભવિત ઉમેદવારોના નામોની એક લાંબી યાદી તૈયાર કરીને દિલ્હી હાઈકમાન્ડને મોકલી આપવામાં આવી છે.આ યાદીમાં જૂના જોગીઓથી લઈને સામાજિક આગેવાનો અને કલા જગતના દિગ્ગજોના નામોનો પણ સમાવેશ થાય છે.

ચાલો જાણીએ કે કયા કયા નામો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે અને તેની પાછળનું રાજકીય ગણિત શું છે.

— નીતિન પટેલ અને અંજલી રૂપાણીના નામોની જોરદાર ચર્ચા

રાજ્યસભાએ વડીલો અને અનુભવીઓનું ગૃહ માનવામાં આવે છે જ્યાં પરિપક્વ રાજકીય સમજની જરૂર પડે છે.આ યાદીમાં સૌથી મોટું અને વજનદાર નામ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું છે.ઉત્તર ગુજરાતના કદાવર પાટીદાર નેતા અને દાયકાઓનો વહીવટી અનુભવ ધરાવતા નીતિનભાઈ પટેલને રાજ્યસભામાં મોકલીને પાર્ટી તેમના બહોળા અનુભવનો લાભ રાષ્ટ્રીય સ્તરે લઈ શકે છે.પાર્ટી પ્રત્યેની તેમની નિષ્ઠા અને વહીવટી પકડ તેમને પ્રબળ દાવેદાર બનાવે છે.

સૌરાષ્ટ્રના રાજકારણમાં રૂપાણી પરિવારનું મોટું નામ છે.પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી પણ વર્ષોથી પાર્ટીના સંગઠનમાં અને ખાસ કરીને મહિલા મોરચામાં સક્રિય રહ્યા છે.રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં મહિલા સશક્તિકરણ અને સંગઠનાત્મક માળખાને મજબૂત કરવામાં તેમનું મોટું યોગદાન છે તેથી તેમનું નામ પણ મોખરે ચાલી રહ્યું છે.

— પાટીદાર પાવર અને ઉદ્યોગ જગતનો પ્રભાવ

ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજ અને ઉદ્યોગ જગતની ભૂમિકા હંમેશા નિર્ણાયક રહી છે.આ વખતે યાદીમાં બે નામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે નરેશ પટેલ (ખોડલધામ)નું,રાજકીય અને સામાજિક ક્ષેત્રે જેમનું નામ લેતા જ લાખો લોકો એકત્ર થઈ જાય તેવા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નામ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજમાં તેમનો પ્રભાવ અકલ્પનીય છે જો હાઈકમાન્ડ નરેશ પટેલ પર મહોર મારે તો સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ આવી શકે છે.

આ ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ ગેડિયા અને સંગઠનના અગ્રણી જાહ્નવી વ્યાસના નામો પણ સંભવિત ઉમેદવારોમાં ગણાઈ રહ્યા છે.પાર્ટી હંમેશા નવા અને સ્વચ્છ છબી ધરાવતા ચહેરાઓને આગળ લાવવા માટે જાણીતી છે જેમાં આ નામો ફિટ બેસી શકે છે.

— રાજ્યસભામાં ગુંજી શકે છે કલાકારોનો અવાજ?

રાજકારણના આ મેદાનમાં સૌથી મોટો ‘સરપ્રાઈઝ ફેક્ટર’ કલા જગતમાંથી સામે આવ્યો છે.બંધારણીય જોગવાઈઓ મુજબ રાજ્યસભામાં કલા, સાહિત્ય અને વિજ્ઞાન ક્ષેત્રના દિગ્ગજોને સ્થાન આપવામાં આવે છે.આ અંતર્ગત ગુજરાતના બે રત્નોના નામો પણ ચર્ચામાં છે જેમાં સાંઈરામ દવે છે.ગુજરાતના લોકલાડીલા હાસ્ય કલાકાર,લોકસાહિત્યકાર અને યુવા શિક્ષણવિદ સાંઈરામ દવેનું નામ જોરશોરથી ચાલી રહ્યું છે.ભારતીય સંસ્કૃતિ અને લોકસાહિત્યને દેશ-વિદેશમાં પહોંચાડનાર સાંઈરામ દવે રાજ્યસભામાં ગુજરાતની સંસ્કૃતિનો અવાજ બની શકે છે જયારે બીજા છે મનોજ જોશી! થિયેટર અને ફિલ્મી દુનિયાના દિગ્ગજ અભિનેતા અને ‘પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માનિત મનોજ જોશીનું નામ પણ મોખરે છે તેમની રાષ્ટ્રવાદી વિચારધારા અને કલા ક્ષેત્રે તેમનું પ્રચંડ યોગદાન તેમને એક મજબૂત દાવેદાર બનાવે છે.

— આખરી ફેંસલો કોનો? દિલ્હી હાઈકમાન્ડની ‘સરપ્રાઈઝ’ નીતિ

અત્યારે ભલે આ ૫૦ નામોની યાદી ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની હોય પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ (હાઈકમાન્ડ) હંમેશા ચોંકાવનારા અને અણધાર્યા નિર્ણયો લેવા માટે જાણીતું છે.પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી ક્યારેક એવા નામોની જાહેરાત કરે છે જેની કોઈ રાજકીય પંડિતોએ કલ્પના પણ ન કરી હોય.

જો અન્ય કોઈ રાજ્યના વરિષ્ઠ નેતાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવામાં નહીં આવે તો ગુજરાતના સ્થાનિક નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ચોક્કસ તક મળશે.હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતનો રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે અને સૌની નજર હવે હાઈકમાન્ડના આખરી નિર્ણય પર ટકેલી છે.

તમને શું લાગે છે? આ વખતે ગુજરાતમાંથી રાજ્યસભામાં કયા નેતા કે કલાકારને તક મળવી જોઈએ? તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો!

 

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!