Press "Enter" to skip to content

નકલી બદામથી સાવધાન! અસલી બદામ ઓળખવાની સરળ રીતો જાણો

સાવધાન! તમે જે બદામ ખાઓ છો તે અસલી છે કે કેમિકલવાળી નકલી? જાણો ઓળખવાની સરળ રીતો
બદામને સ્વાસ્થ્ય માટે ‘સુપરફૂડ’ માનવામાં આવે છે. યાદશક્તિ વધારવી હોય, શારીરિક તંદુરસ્તી જાળવવી હોય કે બાળકોના મગજનો વિકાસ કરવો હોય, મોટાભાગના લોકો રોજ પલાળેલી બદામનું સેવન કરતા હોય છે. બદામ પ્રોટીન, હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન E અને B2, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા પોષક તત્વોનો ખજાનો છે. પરંતુ, હાલ બજારમાં નકલી બદામનું વેચાણ પણ એટલું જ વધી ગયું છે, જે તમારા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડવાને બદલે નુકસાન કરી શકે છે.

બદામ ખાવાના અદભૂત ફાયદા
૧. તે હૃદયને સ્વસ્થ રાખવામાં અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.
૨. ત્વચા અને વાળની સુંદરતા વધારવા માટે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ કામ કરે છે.
૩. બદામ પાચનતંત્રને સુધારવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

નકલી બદામ કઈ રીતે બને છે?
બદામને વધુ આકર્ષક અને નવી બતાવવા માટે તેના પર આર્ટિફિશિયલ બ્રાઉન કલર અથવા કેમિકલનું કોટિંગ કરવામાં આવે છે.કેટલીક જગ્યાએ મગફળીને કાપીને બદામ જેવો આકાર આપી તેના પર રંગ ચડાવી દેવામાં આવે છે. આવી કેમિકલયુક્ત બદામ ખાવાથી પેટની ગંભીર સમસ્યાઓ અને અન્ય બીમારીઓ થવાનું જોખમ રહેલું છે.

અસલી અને નકલી બદામને ઓળખવાની ૩ રીત
નકલી બદામ વધુ પડતી ચમકદાર અને ઘેરા ભૂરા રંગની દેખાય છે. જો તમે બદામને હથેળી પર ઘસશો અને રંગ છૂટો પડે, તો તે નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે.નકલી બદામમાં કેમિકલ કે કલર જેવી વાસ આવે છે. જો વાસી કે વિચિત્ર ગંધ આવે તો તે બદામ ન લેવી.બદામને 5-6 કલાક માટે પાણીમાં પલાળી રાખો. જો તે નકલી હશે તો પાણીનો રંગ બદલાઈ જશે અને તેની છાલ સરળતાથી ઉતરશે નહીં.

બદામ ખરીદતી વખતે માત્ર તેની ચમક જોઈને ન લલચાવું. ઉપર જણાવેલી સાવચેતી રાખીને તમે તમારા પરિવારને ભેળસેળિયા ખોરાકથી બચાવી શકો છો. હંમેશા વિશ્વસનીય વિક્રેતા પાસેથી જ બદામની ખરીદી કરવાનો આગ્રહ રાખો.

 

More from MagazineMore posts in Magazine »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!