Press "Enter" to skip to content

ચાલો ચાંદ પર ઘર બનાવીએ!

NASA નો માસ્ટરપ્લાન! ચંદ્ર પર બનશે કાયમી ઇન્સાન વસ્તી

નાનપણમાં આપણે બધાએ ‘ચંદા મામા દૂર કે’ વાર્તાઓ સાંભળી છે પરંતુ હવે એ દિવસો દૂર નથી જ્યારે માણસ માત્ર ચંદ્ર પર જશે જ નહીં પણ ત્યાં કાયમ માટે રહેશે અને ઓફિસની જેમ કામ પણ કરશે! અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASA એ સ્પેસ સાયન્સની દુનિયાને હચમચાવી મૂકે તેવી એક મોટી જાહેરાત કરી છે.નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ (Lunar South Pole) પર એક કાયમી ઇન્સાન બેઝ (Moon Base) બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ મૂર્તિમંત પ્રોજેક્ટ માત્ર વૈજ્ઞાનિક સંશોધન માટે નથી, પરંતુ ભવિષ્યમાં મંગળ ગ્રહ (Mars) પર જવા માટેનું પહેલું ‘લોન્ચ પેડ’ બનશે!

— મહા-મિશનની બ્લુપ્રિન્ટ અને રોડમેપ જાહેર

નાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આની સત્તાવાર પુષ્ટિ કરતા લખ્યું ‘અમે મૂન બેઝ બનાવી રહ્યા છીએ! @NASAMoonBase એક એવા આવાસ (Habitat) તરીકે કામ કરશે જ્યાં અંતરિક્ષ યાત્રીઓ લાંબા સમયના વૈજ્ઞાનિક મિશનો દરમિયાન રહેશે અને કામ કરશે.આ મહા-મિશનનો આખો બ્લુપ્રિન્ટ અને રોડમેપ જાહેર કરવા માટે નાસા આગામી ૨૬ મેના રોજ રાત્રે ૧૧:૩૦ કલાકે (ભારતીય સમય મુજબ) એક ભવ્ય લાઈવ ન્યૂઝ ઇવેન્ટ યોજવા જઈ રહ્યું છે, જેને NASA+ એપ અને યુટ્યુબ પર લાઈવ જોઈ શકાશે.

— દક્ષિણ ધ્રુવ (South Pole) જ કેમ પસંદ કરાયો?

ચંદ્રનો આ ભાગ ખૂબ જ રહસ્યમય છે, છતાં નાસાએ તેને પસંદ કર્યો છે કારણ કે અહીં આવેલા ઊંડા અને અંધારા ખાડાઓમાં અબજો ટન બરફ જમેલો હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ બરફને ઓગાળીને પીવાનું પાણી, શ્વાસ લેવા માટે ઓક્સિજન અને રોકેટ માટેનું બળતણ (હાઇડ્રોજન) ત્યાં જ બનાવી શકાશે! નાસા પૃથ્વી પરથી બધો સામાન લઈ જવાને બદલે ચંદ્રની માટી અને સંસાધનોનો ઉપયોગ કરીને જ ત્યાં બિલ્ડિંગો બનાવશે,જેથી મિશનનો ખર્ચ કરોડો ડોલર ઘટી જશે.

— ૩ અદભુત તબક્કામાં પૂરું થશે આ સપનું!

આ આખો પ્લાન કોઈ સાયન્સ-ફિક્શન મૂવી જેવો છે, જેમાં નાસા ૮૧ લોન્ચ અને ૭૩ લૂનર લેન્ડિંગ્સ કરશે!

તબક્કો મુખ્ય ઉદ્દેશ્ય સ્પેસ ક્રાફ્ટ લોન્ચ અને પર્ફોમન્સ પેલોડ (વજન)

ફેઝ ૧: શરૂઆત સુરક્ષિત લેન્ડિંગ સાઇટ્સ 25 લોન્ચ અને 21 લેન્ડિંગ 4,000 કિલોગ્રામ
શોધવી અને રહેવાની
ટેકનોલોજીનું ટેસ્ટિંગ કરવું.

ફેઝ ૨: વિસ્તાર દર ૬ મહિને માનવ મિશન 27 લોન્ચ convert 24 લેન્ડિંગ 60,000 કિલોગ્રામ
મોકલવા અને ચંદ્રની
માટી (Regolith) થી
બાંધકામ કરવું

ફેઝ ૩
કાયમી વસવાટ મૂન બેઝને સંપૂર્ણ સક્રિય 29 લોન્ચ અને 28 લેન્ડિંગ 1,500,000 કિલોગ્રામ
કરવો જ્યાં માનવ
વર્ષો સુધી વગર કોઈ
અડચણે વિના રહી શકે

— પડકારો પણ કંઈ ઓછા નથી!

ચંદ્ર પર આ ઘર બનાવવું એ પૃથ્વી પર લક્ઝરી ફ્લેટ બનાવવા જેવું સરળ નથી. ત્યાંનું વાતાવરણ અત્યંત જોખમી છે. ચંદ્ર પર એક રાત પૃથ્વીના ૧૪ દિવસ બરાબર લાંબી અને હાડ થીજવી દે તેવી ઠંડી હોય છે. અવકાશમાંથી આવતા ખતરનાક રેડિયેશનથી બચવું અને ચંદ્રના ઊંડા પહાડી ખાડાઓમાં વજનદાર મશીનો પહોંચાડવા એ નાસાના વૈજ્ઞાનિકો માટે સૌથી કઠિન પરીક્ષા હશે.અલબત્ત નાસાનો આ ‘આર્ટેમિસ પ્રોગ્રામ’ (Artemis Program) માનવ ઇતિહાસના એક નવા સુવર્ણ યુગની શરૂઆત છે તે દિવસ દૂર નથી જ્યારે માનવજાત માત્ર પૃથ્વી પૂરતી સીમિત નહીં રહે પણ બ્રહ્માંડના અન્ય ગ્રહો પર પણ પોતાની આખી નવી સૃષ્ટિ વસાવશે!

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!