Press "Enter" to skip to content

પેટ્રોલ-ડીઝલ પર નવો નિયમ લાગુ: સામાન્ય જનતા પર શું અસર?

ઇંધણ નીતિમાં મોટો ફેરફાર! મુંઝવતા સવાલોનો સચોટ જવાબ આ અહેવાલ! ખાસ વાંચો અને સમજો સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય

ગ્લોબલ માર્કેટમાં તેલના ખેલ વચ્ચે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વનો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ અને ક્રૂડ ઓઇલના ભડકે બળતા ભાવ વચ્ચે સરકારે નિકાસ નીતિમાં મોટા સુધારા કર્યા છે.આજથી એટલે કે ૧૬ મે, ૨૦૨૬થી નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા દરો દેશભરમાં લાગુ થઈ ગયા છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ નિર્ણય શું છે અને તેની આપણા ખિસ્સા પર શું અસર થશે.

— શું છે સરકારનો નવો નિર્ણય?

સરકારે એક તરફ નિકાસ થતા પેટ્રોલ પર ટેક્સ વધાર્યો છે, તો બીજી તરફ તેલ કંપનીઓને મોટી રાહત પણ આપી છે.વિદેશમાં નિકાસ થતા પેટ્રોલ પર પ્રતિ લિટર ₹3 સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી વધારી દેવામાં આવી છે.નિકાસ થતા ડીઝલ પરનો ટેક્સ ₹23 પ્રતિ લિટરથી ઘટાડીને ₹16.5 કરી દેવાયો છે આમ ડીઝલ પર મોટી રાહત આપવામાં આવી છે.વિમાનના ઇંધણ પરની ડ્યુટી તો અડધા કરતાં પણ વધુ ઘટાડીને ₹33થી સીધી ₹16 પ્રતિ લિટર કરી દેવામાં આવી છે જયારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર લાગતો ‘રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ’ હાલ પૂરતો શૂન્ય રાખવામાં આવ્યો છે.

— સામાન્ય જનતા પર શું અસર થશે?

તમારા મનમાં સવાલ થતો હશે કે શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? તો જવાબ છે: ના!

દેશના સામાન્ય ગ્રાહકો માટે સૌથી રાહતની વાત એ છે કે આ ટેક્સ ફેરફારો માત્ર વિદેશમાં નિકાસ થતા ઇંધણ પર જ લાગુ પડે છે. ભારતના ડોમેસ્ટિક માર્કેટ એટલે કે આપણા સ્થાનિક પેટ્રોલ પંપો પર વેચાતા પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ જ ફેરફાર કરાયો નથી પરિણામે, તમારા શહેરના પેટ્રોલ પંપ પર ભાવ સ્થિર રહેશે અને તમારા માસિક બજેટ પર કોઈ આંચ નહીં આવે!

— પશ્ચિમ એશિયા સંકટ અને સરકારની ‘માસ્ટરસ્ટ્રોક’ વ્યૂહરચના

આખરે સરકારે આ પગલું કેમ ભરવું પડ્યું? તેની પાછળ એક મોટું ભૌગોલિક-રાજકીય કારણ છે કે મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલી સૈન્ય કાર્યવાહી બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં અફરાતફરી મચી છે.કાચું તેલ જે યુદ્ધ પહેલા પ્રતિ બેરલ $73 હતું, તે અત્યારે $100 ને પાર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, દેશની મોટી તેલ રિફાઇનિંગ કંપનીઓ વધુ નફો કમાવવાની લાલચે દેશમાં તેલ વેચવાને બદલે બધું જ પેટ્રોલ વિદેશમાં નિકાસ ન કરી દે, તે માટે સરકારે આ વિન્ડફોલ ટેક્સ લગાવ્યો છે આનાથી દેશની અંદર ઇંધણનો પૂરતો પુરવઠો જળવાઈ રહેશે ટૂંકમાં કહીએ તો સરકારે આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે દેશના અર્થતંત્ર અને સામાન્ય નાગરિકોના હિતોનું રક્ષણ કરવા માટે આ આર્થિક કવચ તૈયાર કર્યું છે.

 

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!