સંસ્કારી નગરી માં કાળા ટીકા સમાન ઘટના : બાળક માટે સસરા સહીત નણદોઈ નું પીડિતા પર વારંવાર દુષ્કર્મ
પતિ બાળક પેદા કરી શકે તેવી સ્થિતિમાં ન હોય તો આધુનિક સારવાર લઈને પણ બાળક પેદા કરી શકાય છે પરંતુ તેને માટે તેની સાથે દુષ્કર્મ આચરવું કેટલું યોગ્ય છે! વડોદરાના નવાપુરામાં એક આઘાતજનક બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ બાળક પેદા કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી સસરા અને નણદોઈએ મહિલા સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. સસરા-નણદોઈના વારંવારના દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને કસુવાવડ થઈ જે પછી તેણે બન્ને સામે ફરીયાદ નોંધાવી હતી. 40 વર્ષીય પીડિતાએ પોતાની FIRમાં જણાવ્યું હતું કે તેણીના લગ્ન ફેબ્રુઆરી 2024 માં થયા હતા. થોડા અઠવાડિયા પછી, તેના સાસરિયાઓએ તેણીને કહ્યું કે તેણીની ઉંમરને કારણે તે ગર્ભવતી થઈ શકશે નહીં અને આથી તેણે ઘરનાની મંજૂરી બાદ આઈવીએફ કરાવ્યું હતું. મેડિકલ રિપોર્ટમાં જણાયું હતું કે પતિના શુક્રાણુ પણ ઘણા ઓછા હતા અને તે બાળક પેદા કરી શકે તેટલા નહોતા. જોકે IVF કરાવવા છતાં પણ તેને બાળક રહ્યું ન હતું. વધુ માં પીડિતા ના જણાવ્યા મુજબ જ્યારે તેણી તેના રૂમમાં સૂતી હતી. ત્યારે તેના સસરાએ રૂમ માં ઘૂસી તેના પર બળાત્કાર ગુજાર્યો. જ્યારે તેણીએ તેના પતિને આની વાત કરી ત્યારે પતિએ પણ તેને બાળક જોઈએ છે કહીને ચૂપ રહેવાની તેમજ ન્યુડ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. બાદ તેના નણદોઈએ પણ તેના પર રેપ કર્યો હતો. ત્યારે સસરા અને નણદોઈના વારંવારના દુષ્કર્મનો ભોગ બન્યાં બાદ પીડિતા જુનમાં ગર્ભવતી થઈ હતી, પરંતુ જુલાઈમાં તેની કસુવાવડ થઈ ગઈ હતી અને ત્યાર બાદ તેણે એફઆઈઆર નોંધાવી હતી. જો કે સત્ય હકીકત બહાર લાવવા એફઆઈઆર ને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આજે ૨૧ મી સદીમાં મહિલા સશક્તીકરણની ભલે વાતો થતી હોય પણ આવી ઘટનાઓ હજુ પણ મહિલાઓની લાચારી , દયનીય સ્થિતિ ને જૂની સદીમાં જ મૂકી દે છે. ત્યારે આજે પીડિત મહીલાઓને જરૂર છે પોતાના હક વિષે જાગૃત થવાની , હિમ્મત ની અને એ લોકો ની જે હમેશા એના પડખે ઉભા રહે. જો કે ક્યારેક મહિલાઓ પોતાને મળેલા હક નો ગેરફાયદો પણ ઉઠાવતી હોય છે. ત્યારે જરૂર છે કેસ માં પોલીસ તટસ્થ બની તપાસ કરે જેથી કરીને કોઈ નિર્દોષ સજાનો ભોગ ન બને.
BY SHWETA BARANDA ON 14TH AUGUST 2025





