Press "Enter" to skip to content

બોલિવુડના બાસ્ટર્ડ્સની તીખી દુનિયામાં જવા જુઓ બાસ્ટર્ડ્સ ઓફ બોલિવુડ

The Bastards of Bollywood – એક નેપોટિઝમ, આંતરિક રાજકારણ અને ફિલ્મી સપનાઓની મસાલાદાર સફર

બોલિવુડ – આ દુનિયા બાહ્ય રીતે તો ચમકતી તારા, રોમેન્સ અને રિયલિટી શોની જગ્યા છે, પણ અંદરથી તે એક જંગલ જેવી છે, જ્યાં નેપોટિઝમ, અને પોલિટિક્સના રહસ્યો છુપાયેલા છે. Netflixની તાજી સિરીઝ ‘ધ બા***ડ્સ ઓફ બોલિવુડ’ આ જ અંધારી દુનિયાને સેટાયરના તીક્ષ્ણ ઘાથી ચીરી કાઢે છે. ડેબ્યુ ડિરેક્ટર આર્યન ખાનની આ સીરિઝ, જે રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ ગૌરી ખાન દ્વારા પ્રોડ્યુસ કરાઈ છે, બોલિવુડના આંતરિક રહસ્યોને મસાલેદાર એક્શન-કોમેડીના રૂપમાં બતાવી છે. 18 સપ્ટેમ્બર 2025ના પ્રીમિયર પછી આ સિરીઝ ટ્રેન્ડિંગમાં છે, અને તેનું કારણ સ્પષ્ટ છે – તેની મસાલેદાર બોલિવુડી સ્ટોરીટેલિંગ સિરીઝનું કેન્દ્ર છે આસ્માન સિંહ (લક્ષ્ય લાલવાણી), એક અંબિશિયસ આઉટસાઈડર, જે બોલિવુડમાં પોતાનું સ્થાન બનાવવા માટે આવે છે. તેની મિત્રમંડળીમાં છે પર્વૈઝ (રાઘવ જુયાલ), જે કોમિક રિલીફ અને ઇમોશનલ એન્કર છે, અને તેની મેનેજર આન્યા સિંહ, જે ઇન્ડસ્ટ્રીના ગેમને સમજે છે. આસ્માનને મળે છે… જે સુપરસ્ટાર અજય તલવાર (બોબી દેઓલ)ની દીકરી કરિશ્મા (સહેર બાંબ્બા) સાથે પ્રેમમાં પડે છે. આ રોમેન્સ અને કારકિર્દીની સફર ઝડપથી બદલાય છે વ્યક્તિગત બદલાના રૂપમાં. પ્રોડ્યુસર ફ્રેડી સોડાવાલ્લા (મનીષ ચૌધરી) જેવા કેરેક્ટર્સ ઇન્ડસ્ટ્રીના ડાર્ક સાઈડને ઉજાગર કરે છે.

લક્ષ્ય લાલવાણીનું પર્ફોર્મન્સ છે સિરીઝનું હૃદય. તેમના લક્ષ્ય અને નબળાઈનું મિશ્રણ આસ્માનને રિયલ બનાવે છે – એક એવો હીરો જે બોલિવુડના જંગલમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે. રાઘવ જુયાલ પર્વૈઝ તરીકે કોમિક ટાઈમિંગમાં ચમકે છે, તેમના ડાયલોગ્સ જેમ કે “બોલિવુડમાં ફ્રેન્ડ્સ નથી, ફ્રેન્ડલી એનિમીઝ છે” હસાવે છે અને વિચારવા મજબૂર કરે છે. બોબી દેઓલ અજય તલવાર તરીકે યંગ બોબીની યાદ અપાવે છે – તેમની ચાર્મ અને ઇન્ટેન્સિટી પરફેક્ટ છે. સહેર બાંબ્બા કરિશ્મા તરીકે નવી ક્રશ બની જાય છે, જ્યારે મોના સિંહ અને મનોજ પાહવા જેવા સપોર્ટિંગ કાસ્ટ મેમ્બર્સ ફિલ્મને મજબૂત બનાવે છે. કરણ જોહરનો ફુલ-સીરીઝ રોલ અને શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન જેવા કેમિયોઝ તો બોનસ છે – તેઓ માત્ર કેમિયો નથી, પણ ફિલ્મની કટાક્ષના DNA છે.

ટેક્નિકલ રીતે, સિરીઝ ઇમ્પ્રેસિવ છે. રેડ ચિલીઝની સિનેમેટોગ્રાફી બોલિવુડના ગ્લેમરને જીવંત કરે છે – પાર્ટી સીન્સ, સેટ્સ અને કલરિંગ બ્રિલિયન્ટ છે. T-સીરીઝનું સાઉન્ડટ્રેક, જેમાં ‘બદલી સી હવા હૈ’ (અરિજિત સિંઘ) અને ‘તેનુ કી પતા’ (દિલજીત દોપેશિયા) જેવા ટ્રેક્સ છે જે ઇમોશન્સને બુસ્ટ કરે છે. પરંતુ સ્ક્રિપ્ટમાં કેટલીક ખામીઓ છે – કેટલાક જોક્સ ઓવર-ધ-ટોપ લાગે છે, અને એન્ડિંગમાં મેટા ટ્વિસ્ટ (જ્યાં ફ્રેડી ‘ધ બાસ્ટર્ડ્સ ઓફ બોલિવુડ’ ફિલ્મ બનાવે છે) થોડી શેલો લાગે છે. આર્યન ખાનની ઇન્સાઈડર વ્યુ તો તીખી છે, પણ તેને વધુ ડીપ સોશિયલ કોમેન્ટરીની જરૂર છે – નેપોટિઝમ પરના ડિગ્સ મજેદાર છે, પણ અડધા રહી જાય છે.

આ સિરીઝ બિન્ઝ-વર્થી છે, ખાસ કરીને બોલિવુડ ફેન્સ માટે. તે તમને હસાવે છે, વિચારવા મજબૂર કરે છે અને ઇન્ડસ્ટ્રીના હિપોક્રિસી પર હસતા હસતા વિચાર કરાવે છે. આર્યનનું ડેબ્યુ બોલિવુડને એક મેટા-મિરર આપે છે – જેમ કે તે કહે છે, “બોલિવુડ ગ્લેમરસ લાગે છે, પણ અંદરથી ડાર્ક છે.” બીજા સીઝનમાં વધુ ડાર્કનેસ આવે તો સુપરહિટ છે! બિન્જ કરો અને બોલિવુડના ‘બાસ્ટર્ડ્સ’ને મળો.

BY VISHWANSHU TRIVEDI ON 22ND SEPTEMBER 2025

error: Content is protected !!